કેન્દ્રીય ગૃહ તેમજ સહકારી ક્ષેત્રના મંત્રી અમિત શાહ દ્વારા કડવા સમાજના અત્યાધુનિક સુવિધાઓથી યુક્ત અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવન નું રવિવારના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દ્વારા અમિત શાહ દ્વારા કડવા પટેલ સમાજને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે રથયાત્રા ના શુભ પ્રસંગ ઓર અમદાવાદ ના હાર્ટ સમાન વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાઓ થી ભરેલા છાત્રાવાસનું નિર્માણ કરાયું છે. જ્યારે કોઈ પણ સંસ્થા 5-10 વર્ષ પૂર્ણ કરે તો તે સફળ ગણવામાં આવે છે. પરંતુ કડવા પાટીદાર સમાજની આ સંસ્થા 100 વર્ષ પૂરા થવાના છે. આપણા માટે ગર્વ અને આનંદની વાત રહેલી છે.
તેની સાથે અમિત શાહ દ્વારા વધુમાં જણાવ્યું કે, આ વિદ્યાર્થી ભવનના ભૂમિપૂજન ના સમયે તેઓ આવી શક્યા નહોતા. પરંતુ આજે તમારા દ્વારા મને અહીં બોલાવીને મારા મનની ઈચ્છા પૂરી કરવામાં આવી છે. કડવા પટેલ સમાજ દ્વારા ગુજરાતના વિકાસમાં મોટુ યોગદાન આપવામાં આવ્યું છે. ગુજરાત તેમજ પટેલ સમાજનો વિકાસ સમાનાંતર જોવા મળ્યો છે. આ સમાજ દ્વારા કઠોર પરિશ્રમ કરીને સમાજના વિકાસની સાથે-સાથે રાજ્ય તેમજ દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વધુમાં જણાવ્યું છે કે, આગળ વધવા મટે એક ટાર્ગેટ નિર્ધારિત કરીને તે દિશામાં નિશ્ચિત પ્રયાસ કરવો જરૂરી છે. કડવા પાટીદાર સમાજની આ સંસ્થા દ્વારા ગુજરાતમાં ઘણું મોટું યોગદાન આપવામાં આવ્યું છે. આ પવિત્ર ભૂમિ પર સરદાર પટેલ દ્વારા અનેક દિવસો પસાર કરવામાં આવ્યા છે. તેની સાથે સ્વતંત્રતા આંદોલનમાં મોટું યોગદાન આપેલ છે. આ સંસ્થા આગામી દિવસોમાં ઉચ્ચ શિક્ષા ની સાથે-સાથે શિક્ષણનો ઉજાસ ફેલાવવાનું પણ કાર્ય કરવામાં આવશે.
આ સિવાય યુવાઓને લઈને જણાવ્યું કે, આજે દેશ માટે મરવા ની નહિ, પરંતુ દેશ માટે જીવવાની જરૂરીયાત છે. તમે ભલે આઈએએસ, આઈપીએસ, મુખ્યમંત્રી, ડોક્ટર, સારા નાગરિક કે ગૃહિણી બનો પરંતુ દેશ માટે કામ કરવું જરૂરી રહેશે.