AhmedabadGujarat

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ચાર શખ્સોએ એક યુવક પર છરી વડે કર્યો હુમલો, યુવકનું માસ પણ બહાર આવી ગયું

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી સામે આવી છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ગઈ કાલ રાત્રીના ચાર અજાણ્યા લોકો દ્વારા એક યુવક પર કોઈ કારણોસર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક પર છરી વડે હુમલો કરતા તે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, અમરાઇવાડી વિસ્તારમાં રહેનાર અશ્વિન મકવાણા દ્વારા અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અશ્વિન મકવાણા તેના પરિવાર સાથે વસવાટ કરે છે અને ઇસનપુરબ્રિજ નીચે આવેલી હાર્ડવેરની દુકાનમાં નોકરી કરીને જીવન પસાર કરે છે. ગઇ કાલ રાત્રીના અશ્વિન મકવાણા ઘરે બેઠેલા હતા ત્યારે તેમના ભાઇ લક્ષ્મણ અને દીકરીઓ ઘરમાં હાજર રહેલા ત્યારે નાનો ભાઇ અનુપ બહાર આંટો મારવા માટે ગયેલો હતો. અનુપ સંતોષી પાન પાર્લર પાસે બેઠેલા હતા તે સમયે ભંગારની દુકાન ધરાવનાર અનિલભાઇ અશ્વિનને કહેવા માટે આવ્યા હતા કે, અનુપને કોઇ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. અશ્વિનભાઈ તરત જ અનિલભાઇની દુકાન આગળ ગયા તે સમયે અનુપ લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યા હતા. હુમલાખોરો દ્વારા અનુપને છરીના ઘા મારવામાં આવતા તેમના શરીરનું માંસ પણ બહાર આવી ગયું હતું.

ત્યાર બાદ અશ્વિન દ્વારા તેના ભાઇ લક્ષ્મણને આ મામલામાં જાણ કારવામાં આવતા તે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકોને થતા તે પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત અનુપને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અનુપ પાન પાર્લર પાસે બેઠેલા હતા તે સમયે ચાર અજાણ્યા લોકો દ્વારા અનુપ પર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા અમરાઇવાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં ચાર અજાણ્યા લોકો વિરુદ્ધ હુમલાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.