રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત નડિયાદ પાસેથી સામે આવ્યો છે.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે આજે સવારના એસટી બસ અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બે મુસાફરોના ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જયારે 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણકારી મળતા જ એકસાથે પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર દોડી આવી હતી. એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે કાર અને એસટી બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જ્યારે SUV કાર અચાનક રોંગ સાઈડ પર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ બેકાબૂ બની ગઈ હતી. તેના લીધે બે વ્યક્તિના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે વ્યકિતઓ ને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તો માં બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની જાણકારી મળતા નડિયાદ, આણંદ, ઉત્તરસંડા ની પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી આવી હતી. ત્યાર બાદ આ ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.