AhmedabadGujarat

વડોદરામાં આર્મી જવાનનું અકસ્માતમાં થયું કમકમાટીભર્યું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક વડોદરા શહેરથી સામે આવ્યો છે

વડોદરામાં એક્ટીવા પર જઈ રહેલા બે આર્મી જવાનને ડમ્પર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક આર્મી જવાનનું દર્દનાક મોત નીપજ્યું છે. જયારે બીજા જવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવેલ છે. અકસ્માતમાં આર્મી જવાનના મોત બાદ જવાનો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલામાં મકરપુરા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર થયેલા ડમ્પર ચાલકની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરામાં ફરજ બજાવનાર અમીતકુમાર સિંઘ અને તેમના સાથી જવાન આજે બપોરના સમયે એક્ટીવા લઇને બરોડા ડેરી સ્પંદન સર્કલ પાસેથી જઈ રહ્યા હતા. તે સમયે ફૂલઝડપેથી પસાર થઈ રહેલા ડમ્પર ચાલક દ્વારા એક્ટીવાને અડફેટમાં લેવામાં આવ્યું હતું. ડમ્પરની ટક્કર વાગતા જ એક્ટિવા ચાલક અમીતકુમાર સિંઘ સહિત બંને જવાનો જમીન પર પટકાયા હતા. એવામાં અમીતકુમાર સિંઘના માથા ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેમનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આર્મી જવાન અમીતકુમાર સિંઘ આર્મી હેડ ક્વાર્ટરમાં રહી રહ્યા હતા. તે NCC માં ફરજ બજાવી રહ્યા હતા. એવામાં તે બપોરના સમયે એક્ટીવા ઉપર તે ઘરે જમવા માટે જઈ રહ્યા હતા. તે સમયે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરંતુ તે પહેલા ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મુકીને નાસી ગયો હતો. જ્યારે આર્મી જવાને હેલ્મેટ પણ પહેર્યું હતું. તેમ છતાં ડમ્પરની ટક્કર વાગતા જવાનું હેલ્મેટ નીકળી ગયું હતું. તેના લીધે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણકારી મળતા જ મકરપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ જવાનની લાશ પર કબજો મેળવી પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દીધી હતી. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે આર્મી જવાનોના અધિકારીઓ સહિત જવાનો મોટી સંખ્યામાં પહોંચી આવ્યા હતા. આર્મી જવાન અમીતકુમાર સિંઘના અકસ્માતમાં નિપજેલાં મોતથી જવાનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. આ મામલામાં મકરપુરા પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરી છે.