GujaratRajkotSaurashtra

રાજકોટના ઉપલેટામાં અજાણ્યા શખ્શે યુવાન પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોઈ તેમ ગુનાઓ આચરતા રહે છે. એવામાં આજે આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ પાસે અજાણ્યા વ્યક્તિ દ્વારા આશિષ ભાદરકા પર છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો છે.

જાણકારી મુજબ શહીદ અર્જુન રોડ પર ફિટનેસજીમ નજીક આશિષ ભાદરકા નામના યુવક પર અજાણ્યા વ્યકિત દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આશિષ ભાદરકા પર હુમલાખોરે ઉપરા છાપરી છરીના ઘા મારવામાં આવ્યા હતા. તેના લીધે તેમનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

પોલીસ દ્વારા યુવકના મૃતદેહ પર કબજો મેળવી ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આ યુવકની કેમ હત્યા કરવામાં આવી તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે યુવકની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે.