GujaratAhmedabad

જનતા પર મોંઘવારીનો વધુ એક માર : ખાદ્યતેલ ના ભાવમાં થયો તોતિંગ વધારો

ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં આજે ખૂલતા બજારમાં સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો હતો. ખાદ્યતેલોના ભાવમાં 20 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સિંગતેલના ભાવમાં રૂપિયા 30 નો વધારો કરવામાં આવ્યો છે.

તેની સાથે રાજકોટમાં ખાદ્યતેલના ભાવ ફરી વધ્યા છે. સિંગતેલ, કપાસિયા, પામ ઓઇલ અને સોયાતેલના ભાવમાં રૂ. 20 થી 40 સુધી વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા અંગે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વરસાદની શરૂઆત થતાની સાથે જ પિલાણ બંધ થતાં તેલના ભાવમાં વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે, સિંગતેલના ભાવમાં રૂ. 30 નો વધારો થતા ડબ્બાનો ભાવ 2560 રૂપિયા, કપાસિયા તેલમાં પણ રૂ. 30 વધારો થતા ડબ્બાનો ભાવ 1690 રૂપિયા, પામ ઓઇલમાં પણ રૂ. 20 નો વધારો થતા ડબ્બાનો ભાવ 1670 રૂપિયા અને સોયાતેલના ભાવમાં રૂ. 40 નો વધારો થતા ડબ્બાનો ભાવ 1700 રૂપિયા પહોંચ્યો છે.