અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને લઈને નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. જ્યારે હવે તેને લઈને એક વધુ મોટો ખુલાસો થઈ રહ્યો છે.
તથ્ય પટેલને સામે આવ્યું છે કે, તે નાની ઉંમરમાં જ નશાખોરીની આદતે ચડી ગયો હતો. ધોરણ-12 માં તે શાળામાં દારૂની બોટલ સાથે પકડાઈ ગયો હતો અને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યારે પણ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા તેન છાવરી લેવામાં આવ્યો હતો.
જાણકારી મુજબ, તથ્ય પટેલ નાનપણથી જ ગુનાઓ આચરતો આવ્યો છે. તથ્યને નાની ઉમરથી જ નશાની આદતે ચડી ગયો હતો. ધોરણ 12 માં ભણતો હતો તે દરમિયાન તે દારૂની બોટલ સાથે પકડાયો હતો. આ સિવાય સાબરમતી યુનિવર્સિટીમાં માત્ર નામનો જ ભણતો હતો. તેણે ક્યારેય કોઈ લેક્ચર એટેન્ટ કર્યા નહોતા. આ કારણોસર કોલેજ દ્વારા તેના પિતાને અનેકવખત નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ પૈસાના જોરે તેના પિતા દ્વારા બધુ કરી લેવામાં આવતું હતું.
તેની સાથે તથ્ય પટેલ રાત્રિના સમયે પાર્ટીઓ અને ક્લબોનો ચસ્કો લાગી ગયો હતો. તે મોડી રાત સુધી બહાર પણ ફરતો રહેતો હતો. મિત્રો સાથે પાર્ટીઓ પણ કરતો રહેતો હતો. આ સિવાય સ્ટંટ કરીને બેફામ દારૂ પીને અકસ્માત પણ કરતો રહેતો હતો. બેફામ ડ્રાઈવિંગના લીધે તેણે 21 વર્ષની ઉંમરમાં ચાર અકસ્માત સર્જ્યા છે. પરંતુ દરેક વખતે તેને ગુનાઓમાં બહાર લાવનાર તેના પિતા પણ હવે જેલમાં પુરાયા છે. પિતા-પુત્ર હાલમાં ઇસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં સાબરમતી જેલમાં રહેલા છે.