GujaratAhmedabad

કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ, હોટેલમાં કર્યું હતું આવું કામ

પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આવું છું એમ કહીને દેશની સુરક્ષા સાથે ચેડાં કરનાર અને લોકોનું ફુલેકુ ફેરવી નાખનાર મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. કાશ્મીરમાં વિકાસ માટેની જવાબદારી તેને સોંપવામાં આવી હોવાનું કહીને કિરણ પટેલે ઠગાઇ આચરી છે. G 20 સમિટના નેજ હેઠળ હોટલ હયાતમાં ઇવેન્ટ યોજી અને એક મોટી ઇવેન્ટ અપાવવાના નામે કિરણ પટેલે ઠગાઇ આચરી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફ્લાઇટની ટિકીટના નાણા,ઇવેન્ટનું ભાડું તથા લલિત હોટલના રૂમનું ભાડુ એમ કુલ મળીને 3.51 લાખ રૂપિયાની છેતરપિંડી કિરણ પટેલે આચરી છે.

ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ વધુ તેજ કરી દીધી છે. શીલજ ખાતેનો કિરણ પટેલનો જે બંગલો છે તે ખરીદવા માટે કિરણ પટેલ સક્ષમ છે કે નહિ તે અંગે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ સિવાય મહાઠગ કિરણ પટેલના પરિવારની આવક તેમજ તેની પાસે રહેલી મિલકત અંગેના પુરાવાઓ પણ એકઠા કરવાની કવાયત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી. કિરણ પટેલ અમદાવાદ શહેરના શીલજ ખાતેના પોતાના બંગલો દસ્તાવેજી પુરાવાઓમાં બદલ્યા હતા. સબ રજિસ્ટ્રી કચેરીમાં કિરણ પટેલે લીઝ સ્પેન્ડેસ માટેની નોંધ કરાવી દીધી હતી. આમ કિરણ પટેલને લઈને સતત એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે, માલિની પટેલ કે જે મહાઠગ કિરણ પટેલની પત્ની છે તેને પણ કોર્ટ તરફથી ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. માલિની પટેલે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ત્યારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં કિરણ પટેલની પત્ની માલિની પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોર્ટે જામીન અરજીની સુનાવણી દરમિયાન કિરણ પટેલની પત્ની માલિની પટેલની જામીન અરજીને નામંજૂર કરી હતી. આમ કિરણ પટેલની સમસ્યામાં સતત વધારો થયા કરે છે.

તમને જણાવી દઈએ કે, પોતે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી આવે છે તેવું કહીને દેશના IAS અધિકારીઓ સાહિતનાઓને ઉલ્લુ બનાવી દેશની સુરક્ષા સાતગે ચેડાં કરનાર કિરણ પટેલની જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી તેને કીને અનેક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કિરણ પટેલને લઈને ગુજરાત કોંગ્રેસે પણ કેટલાક સવાલો કરેલા છે. જો કે, હાલ તો કિરણ પટેલ જેલના સળિયા પાછળ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે