SaurashtraGujaratRajkot

સ્વામીનારાયણ સંપ્રદાયના માધવપ્રિય સ્વામી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો…

સ્વામીનારાયણ સંપ્રદાયને કલંકિત કરનાર માધવપ્રિય સ્વામીને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમના સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, માધવપ્રિયના સાથી આરોપીઓ દ્વારા પહેલા લેબ્ગ્રોન મશીનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને પછી ડિલિવરીના સમયે ઓર્ડર કેન્સલ કરી રૂપિયા પરત માંગીને ખંડણી અને છેતરપિંડી કરી વ્યાજ વસુલવામાં આવ્યું હતું. આ બાબતમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

જાણકારી મુજબ, બાલનંદ એક્સિમ કંપનીના માલિક દિલીપભાઈ જે કાનાણી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માધવ પ્રિય દાસ સ્વામી અને ગીરીશભાઈ ભાલાળા દ્વારા બાલ નંદ એક્ઝિમ કંપની દ્વારા લેબ્ગ્રોન મશીનના પાંચ ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમ છતાં ડીલેવરી ના સમયે આરોપીઓ દ્વારા ત્રણ મશીનના ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યા હતા.

તેના પછી બે મશીનના રૂપિયા 1,90,000  દિલીપભાઈને ચુકવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં એ બે મશીન નો ઓર્ડર પણ માધવપ્રિય દ્વારા કેન્સલ કરાવી દેવામાં આવ્યો હતો. મશીનના ઓર્ડર કેન્સલ કરાવ્યા બાદ દિલીપભાઈ પાસે આરોપીઓ દ્વારા બે મશીનના આપેલા રૂપિયા પરત માંગવામાં આવ્યા હતા. તેની સાથે જ આરોપીઓ દ્વારા દિલીપભાઈ પાસે આ રૂપિયાનું વ્યાજ પણ વસુલવામાં આવ્યું હતું. તેમ છતાં પણ માધવપ્રિય અને ગિરીશભાઈ આરોપી પાસે વધુ પૈસાની માંગણી કરતા રહેતા હતા.

તેની સાથે આરોપી માધવ પ્રિય દ્વારા મિત્ર વિક્રમ સીયાળવા પાસેથી કોલ કરાવી દિલીપભાઈ પાસે ખંડણી માંગવામાં આવી હતી. જ્યારે જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જે ચેક આપવામાં આવ્યા હતા. તે ચેક ને બાઉન્સ કરાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. અને જણાવ્યું કહ્યું કે, ઝેર ખાવાના પૈસા ન હોય તો હું આપી જાવ ઝેર ખાઈને મરી જાવ. ત્યાર બાદ ફરિયાદી દિલીપભાઈ કંટાળીને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.