રાજકોટમાં વધુ એક નબીરાનો અકસ્માત! પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને 20 ફૂટ ફંગોળ્યો
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટથી સામે આવ્યો છે.
રાજકોટમાં કારચાલક દ્વારા એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
જાણકારી મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ ઝડપે આવી રહેલા કારચાલક દ્વારા એક્ટિવાને અડફેટે લેવામાં આવ્યું હતું. કારચાલક દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પહોંચી આવી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 100 સુધીની રહેલી હતી. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.