AhmedabadCrimeGujaratMadhya Gujarat

મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ

અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને જામીન આપવામાં આવ્યા છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ તેમજ તેની પત્ની માલિની વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. GPCBનું લાયસન્સ અપાવવા નામે મોરબીના એક વેપારી પાસેથી આ બંનેએ 42.86 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ 11.75 લાખ રૂપિયા વેપારીને પરત આપ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, બી.એન બ્રધર્સ નામની સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવનાર અને મોરબીના જોધપુર ગામે વસવાટ કરતા ભરતભાઈ પટેલ અને કોર્ન પટેલની એકબીજા સાથે વર્ષ 2017માં ઓળખાણ થઈ હતી. એ સમયે ભરતભાઈને ઓળખાણ આપતા કિરણે કહ્યું કે તે PMOમાં ઓફિસર છે. આ સિવાય તેણે પોતાની હાઈકમાન્ડ સુધીની ઓળખાણ છે તેવું પણ જણાવ્યું હતું. કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ થોડા દિવસ પછી ભરતભાઈ પટેલને સોલા HCG હોસ્પિટલ ખાતે મુલાકાત માટે બોલાવ્યા હતા. આ દરમિયા ભરતભાઈ પાસેથી આ બંનેએ પ્રોસિજર ફીના નામે 40થી 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ભરતભાઈએ વિશ્વાસમાં આવીને બંનેને 42.86 લાખ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો: શનિદેવની એક ખરાબ દ્રષ્ટિ પણ જીવનમાં ભૂકંપ લાવી દે છે, શનિ જયંતિ પર કરો આ કામ

નોંધનીય છે કે, આટલા બધા પૈસા આપ્યા હોવા છતાં લાંબા સમય પછી પણ GPCBનું લાયસન્સ ના આવતા ભરતભાઈએ કિરણ પટેલને અનેકવાર ફોન કર્યા હતા. જોકે, કિરને એકપણ ફોન ઉપાડ્યો નહોતો. આખરે કંટાળીને ભરતભાઇએ જાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીમાં તેમના લાયસન્સ માટે તપાસ કરાવી હતી. ત્યારે જાણવા મળ્યું મેં તેમના લાયસન્સ માટે તો કોઈ અરજી આવી જ નથી. જેથી તેણે કિરણ પટેલનો ફરીથી સંપર્ક કરીને પોતાના પૈસા પાછા માંગ્યા હતા. ત્યારે કિરણ અને તેની પત્ની માલિનીએ 11.75 લાખ રુઓઈય ભરતભાઈને પાછા આપ્યા હતા. પરંતુ બાકીના 31.11 લાખ રૂપિયા ભરતભાઈને પરત આપ્યા નહતા. અને હવે કિરણ પટેલ ઠગ છે એવું જાહેર થતા ભરતભાઇ તેમની સાથે થયેલ ઘટનાને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. હાલ તો ભરતભાઈએ મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, છ લોકોના મોત