અરવલ્લી : સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી યુવકને કોર્ટ ફટકારી ૨૦ વર્ષની સજા
અરવલ્લીના મેઘરજ તાલુકા થી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં દુષ્કર્મના આરોપીને કોર્ટ દ્વારા ૨૦ વર્ષની કેદ સજા ફટકારવામાં આવી છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 10 મહિના અગાઉ રસ્તા ઉપર બકરાં ચરાવી રહેલી સગીરાને સાંજના સમયગાળામાં તાલુકાના ગાય વાછરડા ગામનો જ વ્યક્તિ સગીરાને બાજુના ઘાસના વાવેતર કરેલ ખેતરમાં ખેંચી ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ કેસ મોડાસાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા ન્યાયાધીશ દ્વારા ગાય વાછરડાના આરોપી સંદિપભાઈ નરસિંહભાઈ ફનાત ને તકશીરવાર ઠેરવીને 20 વર્ષ કેદની સજા અને ૧૨ રૂપિયા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જાણકારી મુજબ, ૧૦ મહિના અગાઉ મેઘરજ તાલુકા ગામની સગીરા તા. 4 -9 – 2023 ના રોજ ગામની સીમમાં રસ્તા ઉપર બકરા ચરાવવા માટે નીકળેલી હતી. તે સમયે સાંજના પાંચ કલાકના સમયે સગીરાની એકલતાનો લાભ લઈને આરોપી સંદિપ ભાઈ નરસિંહભાઈ ફનાત સગીરાને રોડની બાજુમાં આવેલા ઘાસ ના વાવેતર વાળા ખેતરમાં ખેંચી ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ આ મામલામાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગાય વાછરડા ના આરોપી વિરુદ્ધ તત્કાલીન પી. આઈ કિરણ એસ પટેલ દ્વારા પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસના તપાસ અધિકારી પી આઈ કે. એસ પટેલ દ્વારા ઓક્ટોબરમાં સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ મંગળવારના મોડાસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા એડિશનલ સેશન્સ જજ એચ. એન વકીલ દ્વારા સરકારી વકીલ દિનેશભાઈ એસ. પટેલ દ્વારા રજૂ કરેલ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને સજા ફટકારવામાં આવી હતી. જજ દ્વારા સંદિપ ભાઈ નરસિંહભાઈ ફનાતને તકશીરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4 (2) હેઠળ ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦ દંડનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. તેની સાથે પોક્સો એક્ટ કલમ 8 માં ત્રણ વર્ષની સખત કેદની સજા અને બે હજાર દંડ સહિત કુલ ૧૨ હજાર દંડ ફટકારીને 20 વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો હતો.