ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો પ્રયાસ કરતાં કોર્ટમાં અફરાતફરી મચી જવા પામી હતી. આરોપીના જામીન મંજુર થતાં જ કોર્ટ પરિસરમાં ચાર જેટલા અરજદારોએ ઝેરી દવા ઘટઘટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દંપતી સહીતના ચાર લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ મરતા કોર્ટ પરીસરમાં નાશભાગ મચી ગઈ હતી. જો કે ચારેય લોકોને તાત્કાલિક અસરથી નજીક આવેલી સોલા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો આપઘાત કરવાનો પ્રયાસ કરનારા ચાર અરજદારોમાં એક દંપતી પણ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક દંપતી અને બે અન્ય વ્યક્તિઓએ કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી ધંધા માટે મોર્ગેજ લોન લેવા માટે અરજી કરી હતી. જે અરજીના આધાર પર બેંકમાં આ ચારેય લોકોની લોન પણ પાસ થઇ ગઇ હતી. પરંતુ લોન પાસ થઈ ગઈ હોવા છતાં ચારેય અરજદારોના ખાતામાં લોનના પૈસા જમા થયા ન હતા. બાદમાં આ ચારેય લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને આક્ષેપ કર્યો હતો કે, બેંકના લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, મેનેજર અતુલ શાહ અને જનરલ મેનેજર કિન્નરભાઈ તેમની લોનના પૈસા ઓળવી ગયા છે. આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જેમાં આરોપીઓ દ્વારા આ કેસમાં આગોતરા જામીન મેળવવા માટે કરવામાં આવેલ આરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ત્યારે કોર્ટના આ નિર્ણયથી નારાજ થઇ ગયેલા ચારેય ફરિયાદીઓએ કોર્ટ પરિસરમાં જ ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે એમ્બ્યુલન્સની મદદથી ચારેય લોકોને નજીકમાં જ આવેલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, કોર્ટ પરિસરમાં જ ચાલુ સુનાવણી દરમિયાન કોર્ટના નિર્ણયથી નારાજ થઈ જતા ચારેય અરજદારોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસે આ મામલે પંચનામા સહિની કાર્યવાહી હાથ ધરી હતી. આવી હતી. કોર્ટ પરિસરમાં 52 વર્ષની ઉંમરના શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ 50 વર્ષની ઉંમરના તેમના પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, 24 વર્ષની ઉંમરના હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ તેમજ 41 વર્ષની ઉંમરના મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ આ ચાર અરજદારોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.