South GujaratGujaratSurat

બાંગ્લાદેશીએ ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હિન્દુ નામે બનાવ્યા બોગસ ડોક્યુમેન્ટ અને પછી…..

રાજ્યમાં ગેરકાયદેસર લોકોના રહેવાના બનાવની ઘટનાઓ સતત સામે આવી રહી છે. એવામાં આજે સુરતથી આવી જ એક બાબત સામે આવી છે. સુરતમાં ગેરકાયદેસર રહેનાર બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે. છેલ્લા ચાર વર્ષ અગાઉ આવેલા આ બાંગ્લાદેશી ભારતીય બોગસ ડોક્યુમેન્ટના આધારે ત્રણ વર્ષ વિદેશમાં જઈને આવ્યો હતો. તેમ છતાં આ ગેરકાયદેસર વસવાટનો ભાંડો ફૂટતા કેવી રીતે ભારત આવ્યો તેને લઈને તમામ જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ઉન વિસ્તારમાંથી મિનાર હેમાયેત સરદાર નામનો વ્યક્તિ ઝડપાયો હતો. જ્યારે બાંગ્લાદેશી વ્યક્તિ પાસેથી જન્મદાખલો, શાળાનું પ્રવેશપત્ર, એલસી, બાંગ્લાદેશનું નેશનલ આઈકાર્ડ તથા હિન્દુ નામ શુવો સુનિલ દાસનું પશ્ચિમ બંગાળનું સ્કૂલ એલ. સી., આધારકાર્ડ, સ્ટેટ ઓફ કતાર રેસિડેન્સી પરમીટ રિયલ કાર્ડ, ભારતીય રિયલ પાસપોર્ટ, મકાનનો ભાડા કરાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, મિનાર હેમાયેત સરદાર મૂળ બાંગ્લાદેશનો વતની હોવાનું સામે આવ્યું છે. તે વર્ષ 2020 માં સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં બોનગાઉ ખાતેથી પ્રવેશી સુરત આવી ગયો હતો. ત્યારબાદ તેમણે વિદેશ કામ કરવા માટે જવુ હોવાના લીધે પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિંદુ નામ ધારણ કરીને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને પાસપોર્ટ પ્રાપ્ત કર્યો હતો. ત્યાર બાદ 2021 થી 2023 સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટીંગ કામની મજૂરી કામ કરી રહ્યો હતો. તેના પછી સુરત આવી અહિં બાંધકામની મજૂરીકામ કરી રહ્યો હતો. ઘુસણખોરી સહિતના ગુનામાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.