GujaratAhmedabad

બહારનું ખાતા પહેલા ચેતી જજો : હવે જૈન ગૃહ ઉદ્યોગ અથાણાં માંથી મૃત ગરોળી નીકળી

રાજ્યમાં ખાણી-પીણીની વસ્તુઓમાં જીવ-જંતુઓ નીકળવાના મામલા સતત સામે આવી રહ્યા છે. એવામાં આજે આવી જ એક બાબત અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારથી સામે આવી છે. આ વિસ્તારમાં રાવલ પિરવાર દ્વારા લેવામાં આવેલ અથાણામાંથી મૃત ગરોળી નીકળી હોવાનું સામે આવ્યું છે.

તેની સાથે આ અથાણાની વાત કરીએ તો આ અથાણું સાણંદના શુભ અથાણા ભંડારમાં બન્યું હતું અને એક મહિના અગાઉ 28 મે ના રોજ પરિવાર દ્વારા વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદવામાં આવ્યું હતું. રાવલ પરિવાર દ્વારા રોજ થોડા થોડા અથાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલના અથાણાની બરણીમાંથી ગરોળી નિકળતા પરિવાર ચોંકી ગયો હતો. દરરોજના વપરાશના લીધે છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડ ઊલટીની અસર પણ થઈ ગઈ હતી. તેમ છતાં પરીવારને તે જાણ નહોતી કે, તે જે અથાણું ખાઈ રહ્યા છે તે બરણીમાં મૃત ગરોળી રહેલ છે.

રાજ્યમાં એક વાત તો સ્પષ્ટ છે કે, છેલ્લા થોડા દિવસો ખાણી-પીણીની વસ્તુઓમાં જીવ-જંતુઓ નીકળવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે અમડાવાદમા આવી જ ઘટના સામે આવી છે. હવે અથાણાંમાથી મરેલી ગરોળી મળી આવી છે. સાણંદના શુભ અથાણાં ભંડાર નિર્મિત કેરીના અથાણામાંથી ગરોળી નીકળી આવી છે.