કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન, વન ચલાન યોજનાને અમલમાં મૂકી છે. તેના દ્વારા હવે કોઈ વાહનચાલક ટ્રાફિક નિયમો તોડશે તો તેના મોબાઈલ ફોન પર મેમો મોકલી દેવાશે અને આ દંડની વસુલાત ઓનલાઈન પેમેન્ટ દ્વારા કરાશે. તેની સાથે જો કોઈ વાહન ચાલક 90 દિવસમાં આ પૈસા આપશે નહીં તો નેશનલ નેટવર્ક પર તેની નોંધ લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, વન નેશન, વન ચલાન યોજાના રાજ્યના મોટા શહેરોમાં થોડા જ સમયમાં અમલીકરણ કરવામાં આવશે. જાણકારી મુજબ, પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરથી આ યોજનાને ટૂંક સમયમાં લાગુ કરાશે. જ્યારે બીજા તબક્કામાં વડોદરા સિવાય અન્ય શહેરોમાં તેનો સમાવેશ કરવામાં આવશે.
તેની સાથે આપણે બધા જાણીએ જ છીએ અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા દંડની વસુલાત કરવામાં આવી છે. તેના સિવાય મેમો ઘરે મોકલવામાં આવતો હતો. જેમાં સીસીટીવીના આધારે વાહનનો નિયમભંગ ચેક કરવામાં આવે છે ત્યાર બાદ મેમો જે પણ વ્યક્તિને મોકલવામાં આવે છે અને દંડ વસુલાત ઓનલાઈન કરવામાં આવશે.
આ પણ વાંચો: પાદરીની જમીનમાંથી એક પછી એક 39 લાશો બહાર આવી, હજુ ઘણી કબરો ખોદવાની બાકી છે
એવામાં અત્યાર સુધી ટુ વ્હીલર ચાલકોને સ્ટોપલાઈન કે સિગ્નલ ભંગ અને હેલમેટ ન પહેરવાના ત્રણ નિયમો તોડવા બદલ ઈ-મેમો મોકલાય છે. જયારે હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 16 નિયમોના ભંગ બદલ મેમો મોકલાશે. જો કોઈ વાહનચાલકો ટ્રાફિકના નિયમો તોડશે તો જેમના નામે વાહન હશે અને જે મોબાઈલ ફોન નંબર રજિસ્ટર્ડ હશે તેના ઉપર દંડનો મેસેજ મોકલી દેવામાં આવશે.