GujaratAhmedabad

બહારનું ખાતા પહેલા ચેતજો : બોટાદ માં બાલાજી વેફરના પેકેટમાંથી નીકળ્યો મૃત ઉંદર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત બોટાદના સાળંગપરડા ગામથી સામે આવી છે. બોટાદ ના સાળંગપરડા ગામમાં બાલાજી વેફર ના પેકેટ માંથી મૃત ઉંદર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે.

જાણકારી મુજબ, બોટાદના સાળંગપરડા ગામમાં બાલાજી વેફર ના પેકેટમાંથી મૃત ઉંદર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ઘટના બાદ ગ્રાહક દ્વારા દુકાનદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેની સાથે જણાવી દઈએ કે, છેલ્લા થોડા દિવસોથી સતત ખાદ્ય પદાર્થો માંથી જીવજંતુ નીકળ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. એવામાં એક વાત સ્પષ્ટ છે કે, બહારનું ખાતા પહેલા ચેતી જજો. જ્યારે હવે આ વિડીયો વાયરલ બાદ ફૂડ વિભાગ શું કાર્યવાહી કરશે તેને લઈને સવાલ છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ વલસાડ ના અબ્રામા ખાતે આવેલ હોટલમાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સિઝલર માં વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહક દ્વારા આ મામલામાં ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં હોટલના કિચનમાં ગંદકી જોવા મળી હતી. તેના લીધે ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર કેફે સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર હોટલને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર ને 15 દિવસની ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી.