AhmedabadGujarat

ગુજરાતમાં જાણીતા ભૂવા સૂરજ સોલંકી ની ધરપકડ: દુષ્કર્મ પીડિતા ધારા ની હત્યા કરી લાશ સળગાવી દીધી

ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી રીતે દુષ્કર્મની પીડિતાની હત્યા કરી નાખવાની અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ઘટનાને લઈને હાલ તો ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ સમગ્ર મામલે આરોપી સુરજ સોલંકી, એક મહિલા સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે.

ઝોન-7ના DCP બી.યુ જાડેજાના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા માટેની ચાલી રહેલ ડ્રાઈવના ભાગરૂપે હાલ ખાસ કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત પાલડી પોલીસ સ્ટેશનમાં 1 વર્ષથી અમદાવાદ ખાતે વસવાટ કરતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની એક યુવતીની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી DCP લેવલે ઝોન 7 ની LCB, અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમ અને સ્થાનિક પોલીસને ધારાને શોધી કાઢવા માટે કામે લગાવી હતી. છેલ્લા 15 દિવસથી આ ટિમ દ્વારા સઘન તપાસ કરતા મળેલી માહિતીના આધારે આ ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સુરજ ભુવાજી (સુરજ સોલંકી), ધારા અને મીત શાહે 19 જુનના રોજ રાત્રીના સમયે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ સુરજ અને મીત બંને ધારાને ફોસલાવીને ચોટીલાની બાજુમાં આવેલા એવા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. જ્યાં સુરજના ભાઈ યુવરાજ અને તેના મિત્ર ગુંજન જોશીએ ગામની સીમમાં આવીને ધારા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન મિત શાહ કે જે કારની પાછળની શીટમાં બેઠો હતો તેણે ધારાના ગળામાં દુપટ્ટો નાખીને દુપટ્ટો ખેંચ્યો હતો. અને ગળાટૂપો દઈને ધારાની હત્યા કરી હતી. બાદમાં નજીકમાં જ અવાવરુ જગ્યાએ ધારાના મૃતદેહને લઈ જઈને આરોપીઓએ ઘાસ અને સૂકા લાકડા પર ધારાના મૃતદેહ મુક્યો હતો. બાદમાં ધારાનો મૃતદેહ પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો. જે બાદ આ લોકોએ ધારા ફરાર થઈ ગઈ છે તેવું નાટક કર્યું હતું. જેમાં મીતના ભાઈ અને માતાએ પણ સાથે આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ધારાએ  સુરજ ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા માટે થઈને ધારાની હત્યા કરવામાં આવી હતી.  પોલીસે આ સમગ્ર મામલે સુરજ ભુવાજી સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે. જેમાં સૂરજ, યુવરાજ, મિત શાહ, ગુંજન જોશી, મીતની માતા અને ભાઈ તેમજ સંજય નામના આરોપીની ધરપકડ કરી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.