GujaratAhmedabad

સંકલન સમિતિની બેઠક બાદ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મોટી જાહેરાત

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે રાજકોટના રતનપરમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું. આજે આ ન બનતા ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અભિયાનના પાર્ટ-2 ની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ‘જય ભવાની, ભાજપ જવાની’ ના નારા સાથે ક્ષત્રિય સંકલન સમિતિની આ બાબતમાં બેઠક થઈ હતી. સંકલન સમિતિની આ બેઠકમાં 112 થી વધુ સંસ્થાઓ જોડાવવાની સાથે 25 થી વધુ જિલ્લાના આગેવાનો પણ પહોંચ્યા હતા.

તેની સાથે આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અભિયાનના પાર્ટ-2 ની જાહેરાત પણ કરવામાં આવી હતી. તેના અનુસાર રાજ્યની તમામ 26 બેઠકો પર ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુધ્ધમાં મતદાન કરવાની હાંકલ શરૂ કરવામાં આવે.

ક્ષત્રિય સંકલન સમિતિમાં લેવામાં આવેલ નિર્ણય :

– 26 લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરવો અને વિરુદ્ધમાં ઉભેલા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરાવુ.

– ગુજરાત ના ગામડે-ગામડે કાર્યક્રમ આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધ મા મતદાન કરાવવા સર્વ સમાજ ને આહવાન કરાવું.

– ભાજપના જાહેર સભાઓમાં કાળા વાવટા ની જગ્યા એ હવેથી ભગવા ઝંડાથી વિરોધ કરવામાં આવે.

– મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓ માં એક દિવસના ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.

– દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમથી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ કરવામાં આવે.

– ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢી ગામડે-ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવામાં આવે. અને દરેક ગામડા-શહેરમાં બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધમાં વધારે મતદાન કરાવવામાં આવે.

– 7 મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજના લાખો લોકોની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે તે માટે ભાજપ વિરૂદ્ધમાં સતત કાર્યક્રમો કરતા રહેવા. તેની સાથે માત્ર ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારતના રાજ્યો સુધી આ આંદોલન કરવામાં આવશે..