ગુજરાત સરકાર દ્વારા અગ્નિવિરો ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે, ગુજરાત આર્મ્ડ પોલીસ અને SRP ભરતી માં અગ્નિવિરોને પ્રાધાન્ય અપાશે. તેની સાથે વિપક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, અગ્નિવીર અને અગ્નિપથ યોજનામાં વિપક્ષ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્સ પર ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવી રહેલી વાત ભ્રમિત કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા કરવામાં આવી રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ રહેલ છે.
તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, અગ્નિવીરના લીધે ભારતીય સેના વધુ યુવા રહેશે. આ યોજના દ્વારા દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરવામાં આવશે અને તે સેનામાં સેવા આપ્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સશસ્ત્ર પોલીસ અને SRP ની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપવામાં આવશે.