હાઈકોર્ટનાં આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સખ્તાઈ વર્તવામાં આવી છે. તેની સાથે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. શહેરનાં વિવિધ ચાર રસ્તા અને સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેની સાથે પકવાન ચાર રસ્તા પર SG-2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવ્યો હતો. એવામાં અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજીયાત રહેલુ છે. તેની સાથે પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું પડશે.
ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેની સાથે હાઈકોર્ટ દ્વારા બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કરવામાં આવ્યો હતો. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિ દ્વારા પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાના લીધે હવે તેને પણ અમલવારી કરાવવા આદેશ ફરમાવવામાં આવ્યો છે.
તેની સાથે હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે કે, અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી બની ગયેલ છે ત્યારે વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે 15 દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઇકોર્ટ સરકારને આદેશ ફરમાવવામાં આવ્યો છે.
કોર્ટના આ આદેશ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાઈકોર્ટ દ્વારા જે માર્ગદર્શન આપે છે તે અમારા દ્વારા કરવામાં આવે છે. હાઈકોર્ટના આદેશ બાબતમાં સમીક્ષા કરીશું, જે સમીક્ષા બેઠક બોલાવવામાં આવેલ છે.