ઓનલાઇન ગેમમાં હારી જતા વિડીયો બનાવી આપઘાત કરવા ગયેલ શુભમ બગથરીયાને લઈને સામે આવ્યા મોટા સમાચાર
રાજકોટમાં વિડીયો બનાવી આપઘાત કરવા જનાર યુવકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શુભમ બગથરીયા નામનો યુવક સામેથી સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હોવાની જાણકારી સામે આવી છે. મહત્વની વાત એ છે કે, યુવક દ્વારા આજીડેમમાં આપઘાત કરવા જતા પહેલા વીડિયો બનાવવામાં આવ્યો હતો. ગઇકાલના સોશિયલ મીડિયામાં આ વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 12 કલાક સુધી આજી મમાં શોધખોળ કરવામાં આવી હતી.
રાજકોટ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા શુભમ બગથરીયાને આજે મહત્વની જાણકારી સામે આવી છે. રાજકોટમાં વીડિયો બનાવી આપઘાત કરવા જનાર યુવક હેમખેમ પાછો આવી ગયો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી ગયો છે. એવામાં યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચતા દરેક ચકિત થઈ ગયા હતા. આ બાબતની જાણ થતા જ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી આવી હતી.
તમને જણાવી દઈએ કે, CA નો અભ્યાસ કરનાર અને બેન્કિંગ વ્યવહારો સંભાળનાર રાજકોટનો શુભમ બગથરીયાનો આપઘાત કરતા પહેલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શુભમ બગથરીયાની આજીડેમ ખાતે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, યુવકે વિડીયોમાં જણાવ્યું હતું કે, ‘મેં ખૂબ મહેનત કરી, પરંતુ હું પગલું ભરવા માટે મજબૂર રહેલો છુ. કારણ કે મારાથી ઘણા બધાં પાપ થઈ ગયાં છે કે શબ્દોમાં જણાવી શકતો નથી. આજી નદી છે. આ કારણોસર હું કુદીને મારી જાન આપી રહ્યો છું, આમાં કોઈનો કાંઈ વાંક રહેલો નથી,મારા શેઠ બધા સારા રહેલા હતા. તેમના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર, અશ્વિનભાઈ ના 20 હજાર અને 15 હજાર તેના શેરના, ઓનલાઈન તીન પત્તી માસ્ટર ગેમમાં હું હારી ગયેલો છુ. આ કારણોસર હું મારી જિંદગીથી થાકી ગયો છે અને હવે હું સુસાઈડ કરવા જઈ રહ્યો છુ. તેની સાથે મમ્મી-પપ્પા આઈ લવ યુ..તમે હસતા રહેજો અને બની શકે તો મને માફ કરી દેજો અને મારા વગર જિંદગી જીવવાનો પ્રયાસ કરજો. પ્લીઝ.તમે જિંદગી જીવજો. પપ્પા મારી ગાડી આજી ડેમ પાસે નદી છે ત્યાં ભરવાડ પાસે પડેલી છે, તેને વેચીને જેટલા પૈસા આવે એ ચૂકવાય તેને તમે ચૂકવી દેજો. માત્ર એટલું જ કહેવું છે કે, હું હવે જાઉં છુ.