AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને મોટા સમાચાર, પોલીસ તથ્ય પટેલ વિરુદ્ધ આજે કરી શકે છે ચાર્જશીટ ફાઈલ

ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માતનો આરોપી તથ્ય પટેલ રહેલ છે. જ્યારે તેની કારની સ્પીડને લઈને FSL ની ટીમ દ્વારા ટ્રાફિક પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં અકસ્માત દરમિયાન કાર 80 ની સ્પીડે નહીં પરંતુ 141.27 કિલોમીટરની સ્પીડ હોવાનું સામે આવ્યું છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને લઈને મોટી જાણકારી સામે આવી છે. પોલીસદ્વારા આજે સાંજ સુધીમાં તથ્ય વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તથ્ય વિરુદ્ધ પોલીસને પુરાવા એકઠા કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. અકસ્માત કેસમાં પોલીસ દ્વારા ઘણા પુરાવા ભેગા કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે. તેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ રહેલ છે. પોલીસ દ્વારા અકસ્માત કેસમાં એકઠા કરવામાં આવેલ તમામ પુરાવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવશે. તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ અકસ્માત બાબતમાં પોલીસ દ્વારા આજે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક અઠવાડિયામાં ચાર્જશીટ ત્યાર કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારે એવી જાણકારી સામે આવી છે કે, પોલીસ દ્વારા આજે સાંજે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી શકે છે. ચાર્જશીટ થયા બાદ તથ્યનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાશે.

પોલીસ દ્વારા તથ્ય પટેલને એકઠા કરવામાં આવેલ પુરાવાની વાત કરીએ તો જેમાં  FSLના રિપોર્ટના અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાની જાણકારી સામે આવી, રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન રહેલું હતું, કારની લાઇટનો પ્રકાશ પૂરતો રહેલો હતો, 17 સાક્ષીઓની જુબાની લેવામાં આવી, કોલ ડિટેઈલમાં અકસ્માત સ્થળે હાજરી, DNA રિપોર્ટમાં ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ રહેલો હતો, આ સિવાય ગાંધીનગર-સિંધુભવન રોડ પર સર્જેલા અકસ્માત, પોલીસ દ્વારા FSL એ કરેલ રિકન્ટ્રક્શના પુરાવા પણ મુકવામાં આવ્યા છે.