AhmedabadGujarat

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે વરસાદી માહોલ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આજે અમરેલી, નવસારી, વલસાડ,  દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધીના ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25-26 જુલાઈના રોજ રાજ્યમાં વરસાદી માહોલ સામાન્ય રહેશે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતા 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 44.29 ટકા વરસાદ વરસ્યો છે. તેમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 66.13 અને કચ્છના વિસ્તારોમાં 58.40 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 50 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 24.90 ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો 24 ટકા વરસાદ વરસ્યો છે.