AhmedabadGujarat

અમદાવાદના મણીનગરમાં ફાયરિંગની ઘટનાને લઈને થયો મોટો ખુલાસો…..

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદથી ફાઈરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ ફરકી લસ્સી દુકાન નજીક ફાયરિંગની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. મણીનગર પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તેની સાથે ફાયરિંગ કરનાર શખ્સને મણીનગર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રામબાગ નજીકના પોલીસ સ્ટેશન પાસે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા રિવોલ્વરથી હવામાં ફાઈરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા મણિનગર પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. જ્યારે ફાઈરિંગ કરનાર યુવકને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, મણિનગર એલ જી હોસ્પિટલ પાસેના માર્ગ પર યુવક બદુંક લઈને ફરતો હોવાની જાણકારી સામે આવી હતી. ત્યાર બાદ તેના દ્વારા માટે લોકોને ધમકાવવા ત્રણ રાઉન્ડ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. હાલમાં મણિનગર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી પુછપરછ શરુ કરવામાં આવી છે. ઘટના સર્જાતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

મણિનગરમાં બનેલ આ ઘટનામાં એકત્રિત થયેલ લોકો દ્વારા આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ વ્યક્તિ જયપુરનો રહેવાસી અને 25 વર્ષીય હોવાનું સામે આવ્યું છે. આ યુવક વૃંદાવન જવેલર્સમાં ગયેલો અને લૂંટના ઇરાદે અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસની પુછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપીને દેવું થઈ ગયું હતું તેના લીધે જવેલર્સમાં લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. પરંતુ જવેલર્સ દ્વારા પ્રતિકાર કરવામાં આવતા આરોપી નાસી ગયો હતો. જ્યારે 109 મરાઠા લાઈટ ઇન ફ્રન્ટ લાઈનમાં આર્મીમાં તે નોકરી કરે છે અને જમ્મુ કશ્મીરમાં નોકરી કરતો હોવાનું આરોપી સ્વીકારવામાં આવ્યું છે.