AhmedabadGujarat

ઇસુદાન ગઢવીના ગુજરાતમાં આપ અને કોંગ્રેસ પક્ષ સાથે મળીને લોકસભા ચુંટણી લડવાના નિવેદન પર કોંગ્રેસનું મોટું નિવેદન

લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકારણ શરુ થઈ ગયું છે. એવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાના છીએ. લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓમાં ગઠબંધન કરવામાં આવશે. જ્યારે ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી અને ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવાશે.

ઈસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ‘INDIA’ નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગેલું છે ગુજરાતમાં પણ અમારા દ્વારા સીટોની સમગ્ર તપાસણી કરવામાં આવી રહી છે. ‘INDIA’ થી ભારતીય જનતા પાર્ટી ભયભીત થઈ ગઈ છે. ભાજપને જાણ થઈ ગઈ છે કે, 2024 માં  ‘INDIA’ NDA ને હરાવી નાખશે.

તેની સાથે તેમના દ્વારા કોંગ્રેસ અને AAP ના ગઠબંધનને લઈને કહ્યું છે કે, આ ગઠબંધન ગુજરાતમાં પણ લાગું થશે. અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોની વહેચણી કરીને લડીશું. આ પ્રાઈમરી તબક્કા પર રહેલ છે. આગળ જતાં ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડવામાં આવશે. તે સમયે એટલી ખાતરી સાથે કહ્યું છું કે, ઈન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે સીટોની વહેચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26 માંથી 26 માં જીત મેળવી શકશે નહીં.

AAP ના ઈસુદાન ગઢવીના નિવેદનને લઈને કોંગ્રેસ નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. હાઈકમાન્ડ તરફથી કોઈ પણ જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં AAP સાથે ગઠબંધનની કોઈ ચર્ચા કરવામાં આવી નથી. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય તો તેને લઈને અમને કોઈ જાણકારી મળી નથી.