રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પરશોત્તમ રૂપાલા વિવાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
જાણકારી મુજબ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા સુરેન્દ્રનગરમાં ચોટીલાની ઉડતી મુલાકાત લેવામાં આવી હતી. યાત્રાધામ ચોટીલા ખાતે ગઈ કાલ ૯ એપ્રિલની સાંજના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નાં અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા તેમની ટીમ સાથે મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન પરિષદનાં સ્થાનિક હોદ્દેદારો અને ગૌરક્ષક દ્વારા સ્વાગત તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સિવાય આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમા આગામી સમયમાં ગામે-ગામ હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તેની સાથે પ્રવીણ તોગડીયા દ્વારા ચામુંડા તળેટી મંદિર ખાતે દર્શન કરી માતાજી ને શિષ નમાવી મહંતનાં આશિર્વાદ લેવામાં આવ્યા હતા. જ્યારે થાન રોડ ખાતે આવેલ ગૌરક્ષક સ્વ. રાજુભાઇ ખાચરનાં સ્ટેચ્યુંને પુષ્પાંજલી અર્પણ કરવા ગયા હતા. જ્યારે રૂપાલાની ટિપ્પણી બાદ સર્જાયેલ વિવાદ અંગે જવાબ આપતા તેમણે જણાવ્યું કે, આ વિવાદને હવે શાંત કરવામાં આવો જોઈએ.
તમને જણાવી દઈએ કે, પુરુષોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આગામી 16 એપ્રિલના રોજ સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જવાના છે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરાશે. આ જાહેર સભાના ભાગરૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપના દાવા મુજબ 16 એપ્રિલના બહુમાળી ભવન ખાતે તે દિવસે 20 થી 25 હજાર લોકો પણ હાજર રહેવાના છે. ભાજપ દ્વારા આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે આવ્યા હતા.