રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી નો કાર્યક્રમ પણ જાહેર કરી દેવાયો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેલી છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજના પાંચ વાગ્યે મતગણતરી કરાશે. નોંધનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોના ઉમેદવાર ના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી એ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલા નું નામ જાહેર કર્યું છે. મહત્વની વાત એ છે કે, ત્રણ બેઠકો પૈકી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા બે દિવસ અગાઉ જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું..
ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકીની બે બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા આવ્યા છે. ભાજપ દ્વારા કેસરીસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ નું નામ જાહેર કરવામાં આવ્યું છે. બંને ઉમેદવારો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી ને વફાદાર રહેલા છે તેના લીધે બંને ઉમેદવારોને પાર્ટી ને ઈનામ આપવામાં આવ્યું છે. બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતના આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ રહેલું છે, બાબુભાઈ ની છાપ સામાજિક કાર્યકર્તા તરીકે ની રહેલી છે. કેસરીસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટ ના વારસદાર છે અને ક્ષત્રિય સમાજ નાં મોટા આગેવાન રહેલા છે. યુવા સમયથી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે.