South GujaratGujaratSurat

સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ મુક્કો મારતા BJP નેતાનું મોત, જાણો શું છે સમગ્ર મામલો?

સુરતના ઉના ઉન વિસ્તારથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં ભાજપના નેતાની હત્યા એક સસ્પેન્ડન્ડ એઆઈએ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભાજપના નેતાની વાત કરીએ તો તે પોતાની વેવાણ મુદ્દે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે સમજાવવા માટે ગયા હતા. પરંતુ એએસઆઈ દ્વારા ભાજપના નેતાને મુક્કો મારવામાં આવતા તેમનું લિવર અને કિડની ફાટી ગયા હતા. ત્યાર બાદ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણકારી મુજબ, સુરતમાં સસ્પેન્ડેડ રોનક હિરાણીનો ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમભાઈ સાથે ઝઘડો થયો હતો. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણી દ્વારા ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખવામાં આવી હતી. તેના લીધે સલીમભાઈ અને તેમનો પુત્ર સસ્પેન્ડેડ પોલીસના ઘરે તેમને સમજાવવા માટે ગયા હતા. વેવાણ અંગે બીભત્સ પોસ્ટ મુદ્દે સમજાવી રહ્યા હતા. પરંતુ રોનક હિરાણી દ્વારા બંને સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી અને મૃતકની છાતીના ભાગે મુક્કા મારવામાં આવતા તે ઘટનાસ્થળ પર ઢળી પડ્યા હતા. એવા સલીમભાઈને મુક્કો મારતા તેમના લિવર-કિડની ફાટી ગયા હતા. ત્યાર બાદ ભાજપના નેતા સલીમભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. 15 દિવસ બાદ સલીમભાઈના પુત્રના લગ્ન રહેલા હતા, ત્યારે ઘરમાં હવે માતમ છવાઈ ગયો છે. ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી પોલીસકર્મી સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ ઇન રિલેશનમાં રહેલા છે. બંનેએ તાજેતરમાં એગ્રીમેન્ટ પર કરાર કર્યા હતા. જ્યારે બીજી તરફ, એએસઆઈ રોનક હિરાણી તાજેતરમાં સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયા હતા. ત્યાર બાદ રોનકની ભેસ્તાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.