રાજકોટના ભાજપના નેતાએ જાહેરમાં કર્યા બે રાઉન્ડ ફાયર, પોલીસે કરી મોટી કાર્યવાહી….
રાજકોટ શહેરમાં મંગળવાર રાત્રિના સમયે જાહેર ફાયરિંગ ઘટના ઘટી હતી. શહેર યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ યુવા ભાજપ મંત્રી દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયા હતા. જ્યારે આશ્ચર્યચકિત કરનાર બાબત એ છે કે, ભાજપના યુવા નેતા દ્વારા જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેની બાજુમાં પોલીસ સ્ટેશન આવેલ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ જાહેર શૌચાલયને તેના કર્મચારી દ્વારા બંધ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે શહેર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠિયા ત્યાં આવી ગયા અહ્તા અને સૌચાલયના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. તે સમયે શૌચાલયની બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજભાઈ ચાવડા અને દેવરાજભાઈ સોનારા દ્વારા વચ્ચે આવીને મામલાને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમ છતાં, કરણ સોરઠિયા ગુસ્સે થઈ ગયો અને તેણે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી દીધા હતા.
તેની સાથે જાહેરમાં હવામાં થયેલા ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. ત્યારે બીજી તરફ ભક્તિનગર પોલીસ સ્ટેશનથી નજીક આવેલમાં વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી હતી. ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં દોડી આવી હતી અને તેના દ્વારા તમામ આરોપીઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.
જ્યારે આરોપીઓ જે કારમાં આવ્યા હતા તે કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી હતી. આ ઘટનામાં ભક્તિનગર પોલીસ સ્ટેશન સિવાય રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ તપાસ કરાવવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રી સુધીમાં ડીસીપી ઝોન વન અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના સ્ટાફ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીનું પરવાનગીવાળું હથિયાર પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું.