GujaratJamnagarSaurashtra

જામનગર વિવાદ : મેયર, સાંસદ, ધારાસભ્ય પાસે ભાજપે માફીપત્રો લખાવ્યાં

ભાજપના જામનગરના સાંસદ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે શાબ્દિક બોલચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ત્રણેય નેતાઓને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્રણેય મહિલા નેતાઓ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને મળ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ત્રણેયના વ્યવહારથી ભાજપની આબરુના ધજાગરા ઉડવાથી ત્રણેય પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં ભાજપ પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ત્રણ મહિલા નેતાઓ પાસે માફી પત્ર લખાવ્યો હોવાનું મારી જાણમાં રહેલ નથી.

જાણકારી મુજબ, આ ત્રણેય નેતાઓ ગાંધીનગરમાં જામનગર ના મંત્રીઓને મળીને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલથી મુલાકાત કરી હતી. સાંસદો સાથેની બેઠકમાં મંગળવારના રોજ સાંસદ પૂનમ માડમ આવ્યા બાદ તેમનો પણ ખુલાસો લેવાયો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીના કોઠારીની વાત સાંભળવામાં આવી હતી. ત્રણેય નેતાઓ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું અને ત્રણેયને પક્ષની શિસ્તમાં રહીંને કામ કરવા તાકીદ કરાયા હતા.

તમને જણાવી દઈએ કે, આ ત્રણેય નેતાઓને લઇને જામનગરમાં ભાજપમાં મોટો વિવાદ થયો હતો. જ્યારે આ મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો. ગાંધીનગરમાં જામનગરના ત્રણેય મહિલા નેતાઓ મંત્રી રાઘવજી પટેલ અને મૂળુ બેરાથી મુલાકાત કરી હતી. જાહેરમાં શિસ્તના ધજાગરા થતા મોવડીમંડળ પણ નારાજ થયેલ હતું. તેના લીધે માફી પત્ર લખવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ મહિલા નેતાઓએ એકબીજાને મીઠાઇ પણ ખવડાવવામાં આવી હતી.