GujaratMadhya Gujarat

આર્થિક સંકડામણથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલ વડોદરાના વેપારીની પંચમહાલ પાસે કેનાલમાંથી મળી આવી લાશ

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેની એક કેનાલમાંથી વડોદરા શહેર ખાતે આવેલ દંતેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલા 40 વર્ષની ઉંમરના વેપારી આનંદભાઈ પટેલની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે વેપારીએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે પત્ર લખીને વડોદરા શહેર પોલીસ કમિશનરને જુલાઈ મહિનામાં જ રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે વાડી તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ પોતાના પૈસા પરત અપાવવા માટે અરજી આપી હતી, પરંતુ તે સમગ્ર મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આનંદભાઈએ આખરે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. મૃતકે પહેલા બનાવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં તેઓ પૈસા પરત અપાવવા માટે વિનંતી કરી રહ્યા છે. દમ આ ઉપરાંત ફોન ઉપર કોઈ વ્યક્તિ આનંદભાઈને ધમકી આપતી હોય તેવી એક ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 40 વર્ષની ઉંમરના આનંદ નગીનભાઇ પટેલ વડોદરા શહેના દંતેશ્વર વિસ્તાર ખાતે આવેલ નેહલ પાર્કમાં વસવાટ કરતા હતા. પ્રતાપનગર બ્રિજ ખાતે તેઓ મોબાઇલ રિચાર્જ તેમજ મની ટ્રાન્સફરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમણે 6.80 લાખ રૂપિયા એક વેપારીને આપ્યા હતા. જોકે એ વેઓઆરીએ પૈસા આનંદભાઈને પાછા ના આપતા આનંદભાઈ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જેથી તેઓ અચાનક જ તેમની કાર લઈને રાત્રીના સમયે ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ મોડી રાત થઈ હકવા છતાં પણ આનંદભાઈ ઘરે પાછા ના આવતા તેમની પત્નીએ તેમને ફોન કર્યો હતો. પરંતુ મોબાઈલમાં એક વખત રિંગ વાગી ત્યારબાદ આનંદભાઈનો મોબાઈલ જ બંધ થઈ ગયો હતો. ત્યારપછી ઘરમાંથી આનંદભાઈએ લખેલી એક ચિઠ્ઠી તેમની પત્નીને મળી આવી હતી. જેમાં આનંદભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘર છોડીને જઇ રહ્યા છે.

નોંધનીય છે કે, આનંદભાઈની આ પ્રકારની ચિઠ્ઠી મળી આવતા તેમની પત્નીએ આ સમગ્ર મામળે મકરપુરા પોલીસમાં તાત્કાલિક અસરથી પતિ આનંદભાઈ ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી. આ દરમિયાન 6 ઓગસ્ટના રોજ હાલોલ તાલુકાના ગજાપુરા તેમજ ગડિત ગામ વચ્ચેથી પસાર થતી એક કેનાલમાંથી આનંદભાઈની લાશ મળી આવી હતી. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.