AhmedabadGujarat

ગુજરાતમાં 2 મનપાની 3 બેઠક અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, તારીખો કરવામાં આવી જાહેર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વધુ એક ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે પેટા ચૂંટણી આયોજન થવાનું છે. તેનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવાયો છે. રાજ્યમાં બે મહાનગર પાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. તેનો આદર્શ આચારસંહિતાનો અમલ આજથી શરુ થઈ ગયેલ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, 10 જુલાઈના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે જાહેરનામુ પ્રસિદ્ધ થવાની તારીખ 17 જુલાઈ રાખેલી છે. જ્યારે ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 22 જુલાઈના રહેલી છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 જુલાઈ રાખવામાં આવેલ છે. રાજ્યમાં 6 ઓગસ્ટના રોજ આ ખાલી પડેલી બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ મત ગણતરી હાથ ધરાશે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર-20 ની એક બેઠક પર પેટાચૂંટણીનું આયોજન કરાયું છે. જ્યારે રાજકોટ મહાનગર પાલિકાના બોર્ડ નંબર-15 ની બે સીટો પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તેની સાથે મહુવા, પાલીતાણા, જંબુસર, આમોદ, રાજપીપળા, ડીસા, પાલનપુર, ધ્રાંગધ્રા, બારેજા, મોડાસા, આણંદ, પોરબંદર-છાયા, સિદ્ધપુર, ઊઝા, મુંદ્રા-બારોઈ, તાલાલા અને ગોધરા નગરપાલિકાની ખાલી પડેલ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે.