ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. કેમ કે, આ વાયરસ અત્યાર સુધીમાં 21 જિલ્લામાં ફેલાયો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ના શંકાસ્પદ 61 કેસ સામે આવ્યા છે જેમાં અત્યાર સુધી 21 બાળકોના મૃત્યુ નીપજ્યા છે. સાબરકાંઠા થી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસ ના કેસો હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લીધે અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત, પંચમહાલ-મોરબીમાં 2-2 બાળકોના મોત, દાહોદમાં 2, અરવલ્લી અને રાજકોટમાં 2-2, મહીસાગર-મહેસાણામાં 1- 1 બાળકનું મોત, સુરેન્દ્રનગર-ગાંધીનગરમાં 1-1 બાળકનું મોત, દ્વારકામાં 1 બાળકનું મોત, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 બાળકનું મોત, સાબરકાંઠામાં એક દર્દીનું મોત અને રાજસ્થાનમાં એક બાળકનું પણ મૃત્યુ નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ ના સેમ્પલ પૂના ખાતે મોકલતા હતા. આ સેમ્પલ ના પરિણામ આવતા અંદાજિત એક અઠવાડિયા જેટલો સમય લાગી ગયો હતો. તેમ છતાં હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) માં ઉભી કરવામાં આવી છે. તેને લઈ હવે ચાંદીપુરા વાયરસ નું ઝડપ થી નિદાન થાય અને સારવાર કરવામાં આવી શકે છે.