GujaratAhmedabad

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત : સુરતમાં શંકાસ્પદ કેસમાં 11 વર્ષીય બાળકીનું થયું મોત

રાજ્યમાં સતત ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. એવામાં સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા અને આજે તે બે પૈકી એક બાળકી નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં 11 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા બીમારીના લીધે મૃત્યુ નીપજ્યું છે.

તમને જણાવી દઈએ કે, સચિન સ્લમ બોર્ડ આવાસ માં રહેનારી બાળકી બિમાર પડતા તેને ગયા શુક્રવારના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. બાળકી ને ખૂબ તાવ રહેલો હતો. તબીબી પરીક્ષણ કરવામાં આવતા બાળકી માં ચાંદીપુરા રોગના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેના લીધે તબીબો દ્વારા તેની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજે સારવાર દરમિયાન બાળકી નું મૃત્યુ નીપજ્યું છે.

આ મામલાને લઈને જણાવી દઈએ કે, બાળકી ને અચાનક તાવ આવ્યો અને તેને પછી ખેંચ પણ આવવા લાગી હતી. શુક્રવારના વધુ તાવ આવતા માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. તે દરમિયાન તબીબો દ્વારા બાળકી ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સૂચના આપવામાં આવી હતી. તેના લીધે બાળકી ને સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી પરંતુ આજે સવાર ના અચાનક તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના સેમ્પલ લઈ ગાંધીનગર લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.