ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિણામ વાત કરીએ તો આ વખતે પરિણામ 73.27 ટકા રહ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં સૌથી ઊંચું પરિણામ ધરાવનાર ક્ચ્છ જિલ્લો રહ્યો છે તેનું પરિણામ 84.59 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવનાર જિલ્લા દાહોદ રહ્યું તેનું પરિણામ 54.67 ટકા રહ્યું છે. જ્યારે સૌથી વધુ પરિણામ વાગધ્રા કેન્દ્રનું આવ્યું છે તેનું પરિણામ 95.85 ટકા રહ્યું છે. ત્યારે સૌથી ઓછું પરિણામ નું કેન્દ્ર દેવગઢ બારીયા રહ્યું છે તેનું 36.28 ટકા રહ્યું છે. 100 ટકા ધરાવનાર શાળાઓ 311 રહી છે.
વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ દેખી શકશે. જ્યારે આ પરિણામને તે ડાઉનલોડ પણ કરી શકશે. જ્યારે ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો GSEB ની વેબસાઈટ પર નંબર નાખવી પડશે ત્યાર બાદ તે પોતાનું પરિણામ જોઈ શકશે.
આ સિવાય વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે. તેના લીધે એક વાત છે જે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પરિણામ ઈચ્છતા હોય તે તેના દ્વારા પ્રાપ્ત કરી શકશે.