AhmedabadGujarat

અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગ આગાહી મુજબ અમદાવાદમાં વરસાદી માહોલ બન્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર અને ચાંદલોડિયામાં વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે હવામાન મુજબ હજુ પણ અમદાવાદમાં ભારે વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં તારીખ 28-29 મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ માટે યલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગ દ્સૌવારા રાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતા. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરાના કેટલાક વિસ્તારમાં ૨૮ અને ૨૯ તારીખના વરસાદની આગાહી કરવામાં આવી હતી. એવામાં આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી લોકોને મુક્તિ મળશે. તેની સાથે વાતાવરણમાં 3 થી 4 ડિગ્રીની ઘટાડો જોવા મળશે. જ્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. તે કારણોસર 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં અવાયું છે કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ વરસશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે.