GujaratAhmedabad

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નડિયાદમાં કરતા આપ્યું મોટું નિવેદન

આજે સમગ્ર દેશમાં 78 માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યકક્ષાએ સ્વતંત્રતા પર્વ ખેડા જિલ્લાના નડિયાદમાં ઉજવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આજે શહેરના કપડવંજ રોડ પરના SRP કેમ્પમાં સવારના નવ વાગ્યાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રિરંગો ફરકાવ્યા પછી સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, આજે દેશમાં 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થયેલ છે. સીએમ પટેલ તેની સાથે તેમને નિવેદનમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન કર્યા હતા. સરદાર પટેલ દ્વારા અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેની સાથે જણાવી દઈએ કે, દેશભરમાં આજે સ્વાતંત્ર્ય પર્વનીધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નડિયાદના પરેડ ગ્રાઉન્ડમાં ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા પોતાના સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર વિકસિત ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપવામાં આવ્યું છે અને આ વિઝનને હાંસલ કરવા માટે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખવામાં આવેલ છે. જ્યારે પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે તેવા ગુજરાતના બે મહાપુરુષ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરીને વંદન કરવામાં આવ્યા હતા. જ્યારે સરદાર પટેલ દ્વારા કુનેહપૂર્વક અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું છે.