GujaratRajkotSaurashtra

આયુર્વેદિકની બોટલોમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરનાર ગેંગ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, જાણો શુ છે સમગ્ર મામલો?

રાજકોટ જિલ્લા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આયુર્વેદિક હર્બલ શીરપના નામનો ઉપયોગ કરીને નશાકારક પ્રવાહી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. રાજ માર્કેટિંગ નામની પેઢી ચલાવનાર રાહુલભાઈ ઘેડિયા જામનગર શહેરમાં વસવાટ કરે છે. વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે તેમણે ફરિયાદ કરી છે કે છેલ્લા અઢી વર્ષથી તેમના રાજ માર્કેટિંગના નામનો દુરુપયોગ કરીને તેના ખોટા સ્ટીકર બનાવી તેમની કંપનીના નામથી નશાકારક પદાર્થનું વેચાણ કરીને કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે અંતર્ગત રૂપેશભાઈ ડોડીયા, મનીષભાઈ પાઉ, ધર્મેશભાઈ ડોડીયા, મજેશભાઈ રોશિયા, સલીમભાઈ કાણીયા તેમજ અશરફ મીર વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આયુર્વેદિક હર્બલ સીરપના ઓઠા હેઠળ આરોપીઓ નશાકારક પ્રવાહી બનાવીને તેનું વેચાણ કરતા હતા. ધર્મેશભાઈ ડોડીયા, રૂપેશભાઈ ડોડીયા તેમજ મનીષભાઈ પાઉં આ ત્રણેય આરોપીઓએ આયુર્વેદિક હર્બલ સીરપના ઓથા હેઠળ નશાકારક પ્રવાહી બનાવી તેનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. જે માટે મહેશ રોશિયા અને સલીમ કાણિયા આ ત્રણેયને રો-મટીરીયલ પૂરું પાડતા હતા. અને નશાકારક પ્રવાહી બનાવવા માટે અશરફ મીર વાળાની મદદ લેવામાં આવતી હતી. આરોપીઓ છેલ્લા 2 વર્ષ કરતા પણ વધુ સમયથી આ રીતે રાજ માર્કેટિંગના ખોટા સ્ટીકર તેમજ તેમની પ્રોડક્ટનું વેચીને કંપની સાથે છેતરપિંડી આચરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, હાલ તો રાજ માર્કેટિંગ નામની પેઢી ચલાવનાર રાહુલભાઈ ઘેડિયાએ આ સમગ્ર મામલે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ ફરિયાદના આધારે ગુનો નોંધીને આ સમગ્ર મામલે ધર્મેશભાઈ ડોડીયા, રૂપેશભાઈ ડોડીયા, સલીમભાઈ કણીયા, મનીષભાઈ પાઉં, મહેશભાઈ રોશિયા તેમજ અશરફ મીર વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.