GujaratAhmedabad

કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાના રાજીનામા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું મોટું નિવેદન

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તેની સાથે ગુજરાતમાં ૨૬ બેઠકો માટે સાતમી મેના રોજ મતદાન યોજવાનું છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત રહેલો છે. ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા આજે રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા રોહન ગુપ્તાને પૂર્વ બેઠકની ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા અંગતકારણોસર આ ચુંટણી લડવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

તેની સાથે કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાના આરોપોને લઇને કોંગ્રેસના આગેવાન કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી દ્વારા રોહન ગુપ્તા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘રોહન ગુપ્તાના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતો હતો. કોંગ્રેસ દ્વારા રોહન ગુપ્તાના નામની ફક્ત જાહેરાત કરવામાં આવી પરંતુ ટિકિટ આપવામાં આવી નહોતી. મનીષ દોશી દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે, આ અગાઉ પક્ષની બેઠકમાંથી રણનીતિઓ તથા સ્લોગન સહિતની ગુપ્ત માહિતીઓ લીક થઈ જતી હતી.

કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રોહન ગુપ્તા દ્વારા કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. સ્ક્રિપ્ટ મુજબ રોહન ગુપ્તા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. તેમના વ્યવહારને લઈને કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતું હતું. રોહન ગુપ્તા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તે કોંગ્રેસ માટે સારી વાત રહેલ છે. રોહન ગુપ્તા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું તેમનાં આરોપ પાયા વિહોણા રહેળા છે. રાજ્યસભાની ચૂંટણીમાં રોહન ગુપ્તા દ્વારા બેંગ્લોર જવાની વાત લીક કરવામાં આવી હતી. અનેક રાજકીય વિશ્વેષકો દ્વારા પણ આક્ષેપ કરવામાં અવ્યા છે. કોંગ્રેસને જાણ હતી કે તેઓ પક્ષ છોડીને ચાલ્યા જવાના હતા. અમારા કાર્યકરો ફટાકડા ફોડે તેમાં નવાઈ નથી. કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. ટીકીટ મળી અને પિતાની તબિયતની વાત કરીને રાજીનામું આપી દીધું હતું.. ટાઈમ લાઈન નક્કી હતી તે અનુસાર રાજીનામું આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તર દ્વારા પણ એમના વિશે અમને જાણકારી મળી હતી. અમારા દ્વારા રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તે ખાતરી રહેલ છે.