AhmedabadCorona VirusGujaratMadhya Gujarat

કોરોના પોઝિટિવ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારનો ચાર્જ સાંભળે તો કદાચ હૃદયરોગનો હુમલો આવી જાય

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે ચિંતાનો વિષય એ છે કે નવા આવતા દર્દીઓને સરકાર સારવાર કઈ જગ્યાએ આપશે.સરકારની સત્તાવાર માહિતી મુજબ ગઈકાલ સુધી અમદાવાદમાં કોરોના ના દર્દીઓ માટે 1200 બેડની સુવિધા હતી.હવે અમદાવાદના કુલ કેસની વાત કરીએ તો 1373 કેસ,જેમાં 52 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે અને 53 ના મોત થયા છે એટલે કે એક્ટિવ કેસની સંખ્યા 1266 છે.

2 દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવ્યા બાદ સરકારે જાહેરાત કરી હતી કે હવે કોરોના પોઝિટિવ દર્દી સ્વખર્ચે 3 પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. જો કોઈ આ પ્રાઇવેટ હોસ્પિટલનો સારવાર માટે નો ચાર્જ સાંભળે તો કદાચ હૃદયરોગનો હુમલો પણ આવી જાય..!

સરકારે સ્ટર્લિંગ હોસ્પિટલ, HCG અને નારાયણી એમ 3 પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોના ની સારવાર માટે મંજૂરી આપી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં પૂછતાં સ્ટાફે કહ્યું કે અમે તમને અંદાજિત કોસ્ટ આપી શકીએ. તમને ડિપોઝીટ કહી રહ્યો છું જે એડમિશન ટાઇમે ભરવાની રહેશે. જો પેશન્ટ પહેલેથી જ કોરોના પોઝિટિવ છે અને દાખલ થાય તો તેના માટે 8.5 લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે. કેમ કે આઇસીયુ માં પણ લઇ જવો પડે. જો શંકાસ્પદ હોય તો જનરલમાં રૂ. 3.5 લાખ, સેમી સ્પેશ્યલ રૂમ માટે રૂ. 4.50 લાખ, ડીલક્સમાં રૂ. 5 લાખ અને સ્યુટમાં રૂ. 6 લાખ ડિપોઝિટ જમા કરાવવી પડે. જો કે આ અંદાજિત ચાર્જ છે,ફાઇનલ બિલ ઓછું કે વધુ પણ હોઈ શકે.

એસસીજીમાં તો કંઈક અલગજ હાલ છે.ત્યાં તો પહેલા તો તમારે ફોન કરીને આવવાનું કેમ કે રૂમ ખાલી છે કે નહીં. પેશન્ટની કન્ડીશન પર પેકેજ નક્કી થશે.ICU રૂમ નો ચાર્જ રૂ. 10,000 એક દિવસના છે. જ્યારે નર્સિંગનાં રૂ. 7,000 અને ડોક્ટર વિઝીટ રૂ. 3,000 ગણવાની. મેડીસીન અને ફાર્મસીનાં તો અલગ. આશરે 5-7 લાખ ખર્ચ ગણવાનો. બિલ વધી પણ શકે. પેશન્ટની કન્ડીશન પર બિલ નક્કી થશે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને એસજી હાઈવે ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ફર્ન ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. કોરોનાના વાઈરસના એવા દર્દી કે જેમને લક્ષણો નથી પણ રિપોર્ટ પોઝિટિવ છે તેવા તમામ દર્દીઓ અહીં રહી શકશે. જો તેમને સરકારી સુવિધામાં ન રહેવું હોય તો જ હોટેલમાં રહી શકશે પણ અહીં રહેવા અને જમવાનો ખર્ચો દર્દીએ આપવાનો રહેશે. હોટેલ ફર્ન માં વધુ સુવિધાવાળા રૂમનું ભાડું જમવા સાથે 4 હજાર રૂપિયા એક દિવસનું છે જ્યારે અન્ય એક રૂમનું ભાડું 2700 રૂપિયા એક દિવસના છે.

આ બધું જોતા લાગે કે કોરોના પોઝિટિવ દર્દી સારવાર કરતા તો મરવાનું પહેલા પસંદ કરે. શું કોઈ મધ્યમવર્ગીય અથવા ગરીબ માણસ તાત્કાલિક 5-7 લાખ રૂપિયા લાવી શકે? 25 વર્ષથી રાજ કરતી ગુજરાતની ભાજપ સરકારે અમદાવાદમાં 1200 કેસમાં જ હાથ ઊંચા કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. જયારે કોરોના ના કેસ ઓછા હતા ત્યારે સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હતી કે ગુજરાતમાં તો પૂરતી સુવિધા છે કોઈએ ચિંતા કરવાનું જરૂર નથી. ઘણા લોકો તો ફ્રાન્સ,અમેરિકાને પણ સલાહ આપતા હતા કે ત્યાં તો સુવિધા નથી અને ગુજરાત તો હજારો બેડ તૈયાર છે.