GujaratAhmedabad

ડો. વૈશાલી જોષી આપઘાત કેસને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર દ્વારા આપઘાત કરવામાં આવેલ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિવરંજની વિસ્તારમાં રહેનાર અને વાડજની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડો. વૈશાલી જોષી દ્વારા ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં આવેલા આર્થિક ગુના નિવારણ શાખાની કચેરી બહાર આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તે સમયે પોલીસની ટીમને સ્થળ પર સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં પીઆઈ બીકે ખાચરના લીધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હવે આ બાબતમાં મોટી માહિતી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં પીઆઈ બીકે ખાચર 120 દિવસથી ફરાર રહેલા હતા. તેમ છતાં કોર્ટ દ્વારા તેમના આગોતરા જામીન ના મંજૂર કરી પોલીસ સમક્ષ હાજર થવાની સૂચના આપીને આગામી 18 મી તારીખે સુનાવણી હોવાથી ત્યાં સુધી ધરપકડ ન કરવાની સૂચના અપાઈ હતી. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના કેમ્પસમાં ગત 14 મી માર્ચના રોજ હાથમાં ઈનજેક્શન મારીને ડો. વૈશાલી જોષી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને PI ખાચર ફરાર રહેલા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. તેને નકારીને આગામી સુનાવણી 18 મી જુન સુધી રાહત અપાઈ હતી. ત્યાર બાદ પીઆઈ પીકે ખાચર ગત રોજ ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. જ્યારે ઈ ડીવીઝન એસીપી વાણી દુધાત દ્વારા આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યા હતા. તેની સાથે પોલીસની ટીમ દ્વારા પીઆઈ ખાચરનો મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.