AhmedabadGujarat

અમદાવાદમાં નશામાં ધૂત AMTS બસ ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી શહેરથી સામે આવ્યો છે.

અમદાવાદના ઇસનપુરમાં નશામાં ધૂત AMTS ડ્રાઇવર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરેશ નામના ડ્રાઈવર નશાની હાલતમાં બસ ડ્રાઈવ કરતો હોવાનું સામે આવ્યું છે. નશામાં ધૂત થઈ બસ ચલાવનાર ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તે મામલામાં પોલીસ દ્વારા એસટી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલામાં પોલીસ દ્વારા નશામાં ધૂત થઈને ડ્રાઈવિંગ કરનાર સુરેશ નામના બસ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દારૂના નશામાં બસ ચલાવી અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે અકસ્માત થતા બસમાં મુસાફરી કરનાર છ મુસાફરને પણ ઇજા પહોંચી છે. આ મામલામાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા બસ ડ્રાઇવરને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નશાખોર ડ્રાઈવર દ્વારા બસમાં સવાર અનેક લોકોના જીવ જોખમમાં મુકતા લોકોમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. બસમાં સવાર લોકો દ્વારા આ નશાખોર ડ્રાઈવર વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.