AhmedabadGujarat

રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, પાંચ દિવસ સુધી માછીમારી માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો

રાજ્યમાં આગામી સમયમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક પણ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીમાં જાણવા મળ્યું છે કે, વરસાદની કોઈ પણ સિસ્ટમ રાજ્યમાં હાલ એક્ટિવ નથી. જોકે, માછીમારોને સૂચના આપવામાં આવી છે કે પાંચ દિવસ સુધી માછીમારી કરવી નહીં.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર હાલ કોઇ પણ એક્ટિવ સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી. જેના લીધે ગુજરાતમાં હાલ ભારે વરસાદને બદલે છૂટોછવાયો વરસાદ રહેશે. રાજ્ય અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં મોટાભાગે હળવો વરસાદ પડવાની આગાહી છે. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, હાલ એવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી કે ગુજરાતમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે. જો કે, પાંચ દિવસ સુધી માછીમારોને ગુજરાત દરિયાકિનારે માછીમારી કરવા જવા દેવા પર પ્રતિબંધ છે. હાલ દરિયાકિનારે ખૂબ જ ભારે પવન રહેવાની સંભાવના છે. જેના લીધે હાલ પૂરતો માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદી સિઝન રહેશે. રાજ્યમાં સતત પાંચથી સાત દિવસ સુધી વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ હાલ એક્ટિવ નથી.  જો કે રાજ્યમાં આ દરમિયાન છૂટોછવાયો અને હળવો વરસાદ થતો રહેશે.