રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં તાજેતરમાં ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલ ભયંકર અકસ્માત બાદ પોલીસ ટીમ એક્શન મોડ પર આવી ગઈ છે. પોલીસ દ્વારા સતત ડ્રાઈવ કરવામાં આવી રહી છે. એવામાં ગઈ કાલ રાત્રીના એસજી હાઈવે પર પોલીસની તપાસમાં એક દારૂની બોટલ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા કારમાં સવાર યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના લીધે પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત એસ જી હાઈવે પર ગઈ કાલ રાત્રીના પોલીસની ટીમ દ્વારા વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે એક કારની તપાસમાં દારૂની બોટલ મળી હતી. આ કારમાં એક યુવક અને યુવતી રહેલી હતી. ત્યાર આડ પોલીસ દ્વારા દારૂની બોટલ જપ્ત કરી કારમાં સવાર યુવક અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ એક્શન મોડ પર આવેલ છે. પોલીસ દ્વારા સતત બેફામ ચલાવનાર વાહનચાલકો સામે સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. એવામાં આજે એક યુવકની કારમાંથી દારૂની બોટલ મળી આવી છે.