healthNews

નાની ઉંમરના લોકોને પણ આવી રહ્યા છે હાર્ટ એટેક, આજે જ સુધારી લો આ આદતો

દેશમાં હાર્ટ એટેક (heart attack) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ ડાન્સ કરતા કરતા પણ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે તેવા વિડીયો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં કોઈ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અને કોઈ ડાન્સ કરતી વખતે અચાનક નીચે પડી જાય છે અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ તેની ભત્રીજીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો અને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું.

કાર્ડિયોલોજિસ્ટ્સનું માનવું છે કે આના બે મુખ્ય કારણો છે – એક હૃદયની ધમનીઓમાં અવરોધ, બીજું હૃદયની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ગડબડ. ધમનીઓની સમસ્યાઓ મોટાભાગે વૃદ્ધાવસ્થાના લોકોમાં જોવા મળે છે. જ્યારે યુવાનીમાં હૃદયની નિષ્ફળતાનું કારણ હૃદયની ઇલેક્ટ્રિક કરંટ સિસ્ટમમાં ગડબડ થવું છે, જેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને હૃદયના ધબકારા અચાનક ઘટી જાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણી વખત યુવાનો અચાનક જિમમાં જોડાય છે અને ભારે કસરતો કરવા લાગે છે, જેના કારણે તેમના શરીરમાં મોટા ફેરફારો થાય છે. તો બીજી તરફ શારીરિક પ્રવૃત્તિનો અભાવ, સ્થૂળતા, આલ્કોહોલ, ધૂમ્રપાનની આદત, જંક ફૂડ અને હાઈ બીપી-સુગર પણ હૃદયની નિષ્ફળતાના મુખ્ય કારણો બને છે. હવે આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવે ત્યારે તેને કેવી રીતે સમજવું અને સમયસર જીવ બચાવવો તે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી પડશે આ તારીખે વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

સામાન્ય રીતે હૃદય એક મિનિટમાં 72 વખત પંપ કરે છે. અચાનક જ્યારે હ્રદયનું પમ્પિંગ બંધ થઈ જાય ત્યારે વ્યક્તિ માત્ર અઢી સેકન્ડમાં બેભાન થઈ જાય છે. CPR પછી જો 1 થી 2 મિનિટમાં હૃદયના ધબકારા પાછા આવે તો જીવ બચી જાય, નહીં તો 3-5 મિનિટમાં મૃત્યુ થઈ શકે છે. હૃદયના ખરાબ સ્વાસ્થ્યના સંકેતને સમજો અને વિલંબ કર્યા વિના હૃદયને રક્ષણ આપો.

હૃદય રોગના લક્ષણો: શ્વાસ ચડવો, નબળાઇ, ઠંડા હાથ અને પગ,હૃદયના ધબકારા તેજ થવા. છાતીમાં દુખાવો અનુભવવો વગેરે છે.

હૃદયને મજબૂત કરવાના કુદરતી ઉપાયો: 1 ચમચી અર્જુન છાલ,2 ગ્રામ તજ, 5 તુલસીના પાન ઉકાળીને ઉકાળો બનાવો.

આ પણ વાંચો: 25 વર્ષીય પતિનું હાર્ટએટેકથી મોત: આઘાત સહન ન કરી શકતા પત્નીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આ વસ્તુઓ ન ખાવાથી હૃદય સ્વસ્થ રહેશે: સંતૃપ્ત ખોરાક,બહુ મીઠું,કાર્બોનેટેડ પીણાં,વધુ ખારું.