AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: મેમો ન ફાટે એટલે યુવકે કહ્યું “ACB ” માં છું, પછી થઇ જોવા જેવી

Ahmedabad : ટ્રાફિકના નિયમો જ્યારથી કડક થયા છે ત્યારથી લોકો પોલીસને અવનવા બહાના અને ઓળખાણો આપીને મેમોથી બચવાની કોશિશ કરતા હોય છે.અમદાવાદમાં તો પોલીસ વધુ જ કડક વલણ અપનાવી રહી છે ત્યારે પોલીસે એક યુવકની ગાડી રોકી જેમાં કાચ પર કાળી ફિલ્મ લાગેલી હતી.પોલીસે મેમો ફાડવાનું શરુ કર્યું ત્યાં યુવક મોટો અધિકારી હોવાનું કહેવા લાગ્યો. પણ પોલીસ આગળ તેની હોશિયારી ન ચાલી અને તે જેલની હવા ખાતો થઇ ગયો.

વાત એવી છે કે અમદાવાદના વાડજ સર્કલ પાસે નટુ દેસાઈને પોલીસે રોક્યો હતો. પોલીસે રોકતા જ તેણે પોતે એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરજ બજાવે છે તેવું કહીને રોફ જમાવીને બચવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે ફટાફટ આઈકાર્ડ પણ બતાવ્યું પણ આઈકાર્ડ બતાવતા જ પોલીસે તેને ઝડપી લીધો.

તેણે આઈકાર્ડ બતાવ્યું તેમાં તેનો ફોટો પોલીસની વર્દીમાં નહોતો એટલે તરત પોલીસને શંકા ગઈ.આઇકાર્ડમાં બીજી પણ ભૂલો હતી. બાદમાં પોલીસે એન્ટી કરપ્શન બ્યૂરોમાં તપાસ કરાવી તો ખબર પડી કે આવો કોઈ શખ્શ ત્યાં છે જ નહીં. વાડજ પોલીસને જાણ કરાતા આખરે ખોટી ઓળખ રોફ જમાવવા તેમજ નકલી ડોક્યુમેન્ટ રાખવાના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ પણ અમદાવાદમાં આ રીતના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મેમો થી બચવા નકલી ડોક્યુમેન્ટ બતાવીને પોલીસને છેતરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ પોલીસ કોઈની પણ ઓળખાણ હોય કોઈનું ચલાવતા નથી.અમદાવાદ પોલીસે છેલ્લા દિવસોમાં કરોડોની કાર લઈને ફરતા લાઇસન્સ વગરના લોકોની પણ કાર ડિટેઇન કરીને પાઠ ભણાવ્યો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે