સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી, જાણો શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામ થી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામના 47 ખેડૂતો દ્વારા રાજ્યપાલ ને ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અમને મૃત્યું જોઈએ છે. નટવરગઢ ગામ માં સંખ્યાબંધ ખેતરોમાં અવાડા સનરાઇઝ કંપની દ્વારા સોલાર ની લાઇનો નાખવામાં આવ્યા બાદ વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી રોષ દેખાડવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ મામલામાં ખેડૂતો દ્વારા ઘણી વખત જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ રજૂઆતોને લઈને કોઈ સારો પ્રતિસાદ મળ્યો નથી. જ્યારે આ મામલામાં કલેક્ટર, સરકારી તંત્ર દ્વારા કંપનીના અધિકારીઓ સાથે આજ દિવસ સુધી એક પણ બેઠક કરવામાં આવેલ નથી.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, ખેતરોમાં સોલાર વીજ લાઈન ના ખુલ્લા તાર નાખી ને ચાલી કંપની ચાલી જાય છે. ખેડૂતો દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, કંપની દ્વારા તેમની જાણ બહાર ખેતરમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા હવે નિરાકરણ ન આવે તો ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે.