મહીસાગર જિલ્લાના લુણાવાડા હાઇવે પર ટ્રક અને ટેમ્પોનો સર્જાયો ભયંકર અકસ્માત, એકનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા રણજીતપુરા ચોકડી લીંબડીયા લુણાવાડા હાઇવે માર્ગ થી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ખાનપુર તાલુકામાં આવેલા રણજીતપુરા ચોકડી લીંબડીયા લુણાવાડા હાઇવે માર્ગ પર સ્વિફ્ટ કાર અને ટેમ્પો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ ચાલકનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં બેઠેલા એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ગઈ કાલ રાત્રિના રણજીતપુરા ચોકડી પર હાઇવે માર્ગ પર એક સ્વિફ્ટ અને ટેમ્પો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ મામલામાં ટેમ્પોચાલક દ્વારા બાકોર પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ટેમ્પોચાલક દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, મારુતિ સ્વિફ્ટ ડીઝાયરના ડ્રાઈવર મુકેશભાઈ રણછોડભાઇ પટેલ દ્વારા બેદરકારી અને પૂરઝડપે ચલાવવામાં આવી હતી. ફોરલેન હાઈવે રોડ વચ્ચેની ડિવાઇડર કુદાવી રોંગ સાઈડે આવી ટેમ્પોને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે ટેમ્પોએ પલટી ખાઈ લીધી હતી. આ કારણોસર ટેમ્પોમાં બેઠેલા એટલે કલ્પેશભાઇ જેશીંગભાઈ ઈજા પહોંચી હતી. જ્યારે મુકેશ ભાઈ રણછોડભાઈ પટેલને શરીરના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. આ મામલામાં પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.