GujaratSouth GujaratSurat

સુરતમાં પિતા બન્યો નિર્દય : માતાને બચાવવા પડેલ દીકરીને પિતાએ જ મોતને ઘાટ ઉતારી

સુરત શહેરથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. સુરતમાં અગાસી પર સુવા જવા બાબતમાં એક મામલો હત્યા સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, આગાસીમાં સુવા જવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા પતિ દ્વારા પત્ની પર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સમયે માતાને બચાવવા માટે દીકરી પડી તો તેના પિતા દ્વારા જ દીકરીને છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. તેમ છતાં આ પતિ તેનાથી પણ રોકાયો નહોતો તે પત્ની પાછળ દોડીને તેની આંગળી છરી વડે કાપી દીધી હતી. આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

સુરતના કડોદરામાં આવેલ સત્યમનગરમાં રહેનાર રામાનુજ મહાદેવ શાહુનો તેમની પત્ની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. એવામાં રાત્રીના સમયે પરિવારને જમીને બેઠો હતો. તે સમયે પત્ની દ્વારા આગાસી પર સુવા જવાની વાત કરવામાં આવી હતી. તે સમયે પતિ દ્વારા આ બાબતમાં ના પાડવામાં આવી હતી. તેના લીધે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. એવામાં બાળકોની હાજરી પતિ દ્વારા પત્નીને બેફામ ગાળો બોલવાનું શરુ કરી દીધું હતું. તેના લીધે પત્ની કહ્યું કે તમે જેમ કહેશો તે મુજબ સુઈ જશું તેના લીધે પતિને વધુ ગુસ્સો આવી ગયો હતો.

જ્યારે થોડા સમય બાદ પતિ ઘરમાં આવ્યો અને પત્ની પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. તેના લીધે તેમની દીકરી માતાને બચાવવા માટે ગઈ હતી. પરંતુ રોષે ભરાયેલા પિતા દ્વારા દીકરી પર છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા તેના લીધે દીકરી લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. તેમ છતાં રોષે ભરાયેલ પિતા ત્યાંથી પણ રોકાયો નહોતો તે પત્ની પાછળ દોડ્યો અને તેના અંગુઠાની બાજુની આંગળી કાપી નાખી હતી.

તેની સાથે આ ઘટનામાં ત્રણેય પુત્રોને પણ ચાકુથી નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ સ્થાનિક લોકો આવી જતા પતિ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિલ લઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ મામલામાં પત્નીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે